મોરબી નગરપાલીકાનાં ફાયર વિભાગ દ્વારા ૭૧ જેટલી ગણેશ મૂર્તિ વિશર્જન કરવામાં આવી હતી
મોરબી શહેરમાં ઠેર ઠેર જાહેર પંડાલો તેમજ ઘરોમાં ગણપતિ સ્થાપન કરી ૧૦ દિવસ સુધી ભક્તિભાવથી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને આજે ગણેશ મહોત્સવની પુર્ણાહુતી થઇ છે ત્યારે વાજતે ગાજતે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું.
મોરબી શહેરમાં આજે વાજતે ગાજતે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ શોભાયાત્રા યોજી ડીજે અને ઢોલના તાલે રાસ ગરબાની રમઝટ અને અબીલ ગુલાલની છોડો વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પાલિકા દ્વારા ચાર સ્થળોએ મૂર્તિ કલેક્શન કર્યું હતું અને પાલિકાના વાહનમાં જ ગણેશ વિસર્જન માટે મૂર્તિઓ લઇ જવામાં આવી હતી મોરબીના મચ્છુ ૩ ડેમ પાસે જૂની આરટીઓ કચેરી પાસેની મચ્છુ નદીમાં ગણેશ વિસર્જનનું આયોજન કરાયું હતું
તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો તો ફાયર વિભાગની ટીમ ખડેપગે તૈનાત કરવામાં આવી હતી ફાયરની ટીમના તરવૈયાઓ પણ સ્ટેન્ડ ટૂ મોડમાં રાખવામાં આવ્યા છે અને પાલિકા તેમજ ફાયરની ટીમ દ્વારા વિવિધ સાધનોની મદદથી ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું તંત્રએ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની પુરતી તકેદારી રાખી હતી.

