મોરબીના લાતિ પ્લોટમાં ઓફિસમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીના લાતિ પ્લોટમાં શેરી નં -૨ લક્ષ્મી ચેમ્બર કોમ્પ્લેક્ષમા બીજા માળે આવેલ ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના લાતિ પ્લોટમાં શેરી નં-૨ લક્ષ્મી ચેમ્બર કોમ્પ્લેક્ષમા બીજા માળે આવેલ ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો અનીલભાઇ હરીલાલ રાજા રહે. રવાપર રોડ સોમનાથ સોસાયટી લોટસ એપાર્ટમેન્ટ ફલેટ નં ૫૦૧ મોરબી, લાલજીભાઇ ભાણજીભાઇ સોલંકી રહે. રણછોડનગર સેન્ટ મેરી સ્કુલ પાછળ સાંઇબાબાના મંદીર પાસે મોરબી, જેસીંગભાઇ પ્રેમજીભાઇ ધંધુકીયા, રહે નવલખી ફાટક ધુતારીની વાડી ગૌશાળાની પાછળ મોરબી, અનવરભાઇ અલીમામદ સૈયદ, રહે ખ્વાજા પેલેસ પંચાસર રોડ મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૦,૫૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img