મોરબીના લીલાપર રોડ ઉપર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 18 બોટલ ઝડપાઇ 

મોરબીના લીલાપર રોડ પર જય ભારત નળીયાના કારખાના સામે આરોપીના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વિદેશી દારૂની બોટલ નંગ -૧૮ કિં રૂ. ૫૪૦૦ નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના લીલાપર રોડ પર આવેલ ભારત નળીયાના કારખાના સામે આરોપી મનહરભાઈ ગોપાલભાઈ વઢેકીયાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૮ કિં રૂ. ૫૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img