મોરબીના લીલાપર ગામેથી સગીરાનું અપહરણ કરનાર બે આરોપીને ઝડપી પાડતી તાલુકા પોલીસ

મોરબી તાલુકાના લીલાપર ગામે થી સગીરાનુ અપહરણ કરનાર એક આરોપી ભાવનગર તેમજ બીજા આરોપીને લીલાપર ગામેથી મોરબી તાલુકા પોલીસ ટીમે ઝડપી પાડયા છે.

મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લાના તિરલા પોલીસ સ્ટેશન થી ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આવતા મોરબી તાલુકાના લીલાપર ગામેથી સગીરાના અપહરણની ફરીયાદ તાલુકા પોલીસ મથકે રજીસ્ટર કરેલ હોય જેથી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરતા તાલુકા પોલીસે ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી મુખ્ય આરોપી કમલેશ હિરૂભાઈ અજનાર ને ભાવનગર ખાતે શોધી કાઢેલ તેમજ પોલીસે સહ આરોપી વિપીનભાઇ દસરીયાભાઇ બધેલ ને મોરબી તાલુકા લીલાપર ગામ ના પાછળ આવેલ પથ્થર ની ખાણ માંથી શોધી કાઢી બંને આરોપીઓ ને ધોરણસર અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img