મોરબીના મચ્છુ -૦૩ ડેમમાં ડૂબી જતાં આધેડનું મોત
મોરબીના કંડલા બાયપાસ પાસે મચ્છુ -૦૩ ડેમમાં પાણીમાં ફૂલ પધરાવવા જતા પડી ગયેલ દીલીપકુમાર નારણભાઈ ચુડાસમા (ઉ.વ.૪૮) નામના આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.