Sunday, May 31, 2026

મોરબીના માધાપર ઝાંપા નજીકથી ઈંગ્લીશ દારૂની નવ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીના માધાપર ઝાંપા પાસે આવેલ કોમ્પલેક્ષ નજીકથી ઈંગ્લીશ દારૂની નવ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના માધાપર ઝાંપા પાસે આવેલ કોમ્પલેક્ષ નજીકથી આરોપી અર્જુનસિંહ દિલુભા ઝાલા ઉ.વ.૩૦ રહે. મહારાણા પ્રતાપ સોસાયટી સામાકાંઠે મોરબીવાળા ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૯ કિં રૂ.૯૦૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ અંકીતભાઈ અરૂણભાઇ મોચી રહે. વાવડી રોડ સોમૈયા સોસાયટી મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img