મોરબીના મહેન્દ્રનગરમાં જુગાર રમતા ચાર જુગારી ઝડપાયા

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર નાયરા પેટ્રોલપંપ પાછળ ખૂલ્લા પટમાં જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને સંયુક્ત ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર નાયરા પેટ્રોપપંપ મની પાછળ ખુલ્લા પટ્ટમાં રેઇડ કરી જુગાર રમતા કુલ-૪ આરોપીઓ હિરેનભાઇ અમૃતલાલ વસાયાણી (ઉ.વ.૪૨) રહે. મહેન્દ્રનગર પુજારા દુકાન ની પાછળ મોરબી, જનકભાઇ જાદવજીભાઈ દેલવાડીયા (ઉ.વ.૫૯) રહે. બ્લોક નં.૧૦૪, પહેલો માળ, સેયલ હાઇટસ, ઉમાટાઉનશીપ મોરબી-૨, મનસુખભાઈ અંબારામભાઇ દેત્રોજા (ઉ.વ.૫૮) રહે. મહેન્દ્રનગર ધાયાડી વિસ્તાર મોરબી, સુરેશભાઇ દેવશીભાઇ ઝાલરીયા (ઉ.વ.૫૫) રહે. બ્લોક એ-૭, સાતમા માળે, વિહન વિલા, રવાપર રોડ મોરબીવાળાને રોકડા રૂ.૧૭,૪૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા ૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img