મોરબીના મકનસર ગામે ઝેરી દવા પી પરણીતાનો આપઘાત

મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામે પતિના મોતનો આઘાત સહન ન કરી શકતા ઝેરી દવા પી લેતા પરણીતાનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા રાધાબેન ના પતિ પ્રવિણભાઇ નારણભાઈ ગઇ તા. ૦૭/૦૧/૨૦૨૪ ના રોજ કેન્સરની બિમારીના કારણે મરણ ગયેલ હોય ત્યારથી રાધાબેન ઉંડા માનસિક આઘાતમા સરી પડેલ હોય અને પોતે પોતાના પતિના મોતનો આઘાત સહન નહી કરી શકતા પોતે પોતાની જાતે પોતાના ઘરે કોઇ ઝેરી દવા પી જતા રાધાબેનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img