મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના સામા કાંઠે હાઉસીંગ બોર્ડ મેન રોડ મારૂતી કરીયાણા સ્ટોરની બાજુમાં રોડ પરથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે હાઉસીંગ બોર્ડ મેન રોડ મારૂતી કરીયાણા સ્ટોરની બાજુમાં રોડ પરથી આરોપી મનિષભાઇ ઉર્ફે પેંગો જયકિશન અનાવાડીયા (ઉ.વ.૨૩) રહે. સતનામ એપાર્ટમેન્ટ ૦૪, લાયન્સનગર મોરબી મૂળ રહે. સુરેન્દ્રનગરવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ. ૧૧૨૫ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img