મોરબીના મકનસર ગામે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા 

મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામે ગોકુલનગર સંતોષ ટ્રાન્સપોર્ટ પાસે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે ગોકુલનગર સંતોષ ટ્રાન્સપોર્ટ પાસે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો શંકરભાઇ ટીકુભાઇ દેગામા ઉ.વ.૩૨, રમેશભાઇ બાબુભાઇ દેગામા ઉ.વ.૩૧, શકતીભાઇ મંગાભાઇ થરેસા ઉ.વ.૩૨, આકાશભાઇ ધર્મન્દ્રભાઇ પાટડીયા ઉ.વ.૨૦, વિરમભાઇ દેવશીભાઇ સારલા જ ઉ.વ.૩૧ રહે-નવા મકનસર તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૩૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img