મોરબીના મકરાણીવાસમા નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા 

મોરબી: મોરબીના મકરાણીવાસમા મેડિકલ ચોક પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના મકરાણીવાસમા મેડિકલ ચોક પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમો સાગરભાઈ રજનીકાંતભાઈ સુખડીયા (ઉ.વ.૩૦) રહે. બજાર લાઈન દરિયાલાલ શેરી મોરબી તથા એજાજ મેહબુબભાઈ ચાનીયા (ઉ.વ.૨૪) રહે. નાની બજાર વિશ્વકર્મા મંદિર સામે મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૫૧૦ નાં મુદામાલ સાથે આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img