મોરબીના નવા જાંબુડીયા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 24 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી : મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામ શક્તિપરા, ઓકટ્રી હોટેલ પાછળ આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૪ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામ શક્તિપરા, ઓકટ્રી હોટેલ પાછળ રહેતા આરોપી કરણભાઈ ગંગારામભાઈ મકવાણા (ઉ.વ.૨૩)એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ – ૨૪ કિં રૂ. ૭૨૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img