મોરબીના નેહરુ ગેટ નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના નેહરુ ગેટ નજીક નાસ્તાગલી ક્રિષ્ના મોબાઈલ પાસે શેરીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે સેવા સદન પાછળ આવેલ પવર્ધમાન સોસાયટી -૩મા રહેતા શ્યામભાઈ બીપીનભાઈ રાંચ્છ (ઉ.વ.૩૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૧૦-૨૦૨૩ ના રોજ મોરબી નેહરુ ગેટ નજીક નાસ્તાગલી ક્રિષ્ના મોબાઈલ પાસે શેરીમાંથી અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીની માલીકીનુ હીરો મોટરકોપ એલ.ટી.ડી. કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર – જીજે-૩૬-પી-૦૦૮૮ વાળુ સન ૨૦૧૯ ના મોડલનુ કિં રૂ.૨૫,૦૦૦ વાળુ પાર્ક કરેલી જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાથી ભોગ બનનાર શ્યામભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img