Saturday, July 27, 2024

મોરબીના નવા સાદુળકા ગામે મચ્છુ નદીમાં એક સગીર સહિત ત્રણ યુવકો ડૂબ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના નવા સાદુળકા ગામ નજીક મચ્છુ -૩ નદીમાં ન્હાવા પડેલ એક સગીર સહિત ત્રણ યુવકો ડુબ્યા હતા. આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગની ટીમ અને પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે ૭ જેટલા સગીર અને યુવાન ન્હાવા આવ્યા હતા. જે સ્વીમીંગ પુલમાં નાહવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા અને નવા સાદુળકા ગામે મચ્છુ -૩ નદીમાં પગ લપસી જતાં એક સગીર ભંખોડીયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (ઉ.૧૬) તથા ભંખોડીયા ગૌરવ કિશોરભાઈ (ઉ.૧૭) તથા પરમાર ચિરાગ તેજાભાઈ (ઉ.૨૦) નામના યુવકો પાણીમાં ડુબી ગયા હતા જેથી આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગ અને મોરબી તાલુકા પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે દોડી જઈ એક સગીર સહિત ત્રણ યુવકને શોધી કાઢવા ફાયરની ટીમ કામે લાગી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર