ટંકારાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી ખાતે વૃક્ષારોપણ કામગીરી કરાઈ
મોરબી જીલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતી સૂચના મુજબ તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.જે.દવે તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ટંકારા ડૉ ડી. જી .બાવરવા તથા ટંકારા તાલુકાના સુપરવાઇઝર હિતેશ કે પટેલના માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- સાવડી પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર -સાવડીના સ્ટાફ ફાર્મસિસ્ટ, F.A, લેબ ટેક, CHO (સિદ્ધરાજ ગઢવી), MPHW (મિલન પડાયા) વોર્ડ આયા,વોર્ડ બોય દ્વારા ઔષધીય વૃક્ષો જેવા કે તુલસી અરડૂસી લીમડો આમળા બોરસલી જેવા વૃક્ષો આશરે ૫૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.