મોરબીના નીંચી માંડલ ગામે પથરીના દુખાવાથી કંટાળી યુવકે ઝેરી દવા ગટગટાવી

મોરબી: મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં સેગા સીરામીકના કારખાનાની મજુર ઓરડીમાં પથરીના દુખાવાથી કંટાળી જઈ ઝેરી દવા પી લેતા યુવકનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ શની અરવિંદભાઈ પાટડીયા (ઉ.વ.૨૧) રહે. નીચી માંડલ ગામની સીમમાં સેગા સીરામીકના કારખાનાની મજુર ઓરડીમાં તા.જી. મોરબીવાળાને પથરીનો દુખાવો હોય જેથી દુખાવાથી કંટાળી જઇ મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે ગઇ તા-૦૯/૦૩/ ૨૦૨૪ ના રાતના આશરે સાડા અગીયારેક વાગ્યાની આસપાસ સેગા સીરામીકના કારખાનાની મજુર ઓરડીમા કોઇ ઝેરી જંતુનાશક દવા પી જતા ઝેરી દવાની અસર થતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પીટલ ત્યાથી મોરબી સીવીલ હોસ્પીટલ અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે સારવારમા દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન ગઇ તા-૦૬/૦૪/૨૦૨૪ ના રોજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img