મોરબીના પાડા પુલ નેચીથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબીના રફાળેશ્વર ગામ રહેતા યુવકનુ મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ મોરબીના સામાકાંઠે આવેલ પાડા પુલ નીચે સ્વામિનારાયણ તરફ જતા રસ્તેથી બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામ આંબેડકર હોલની પાસે રહેતા સાગરભાઈ દેવરાજભાઈ ચાવડા (ઉ.વ.૩૬) એ આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના સામાકાંઠે આવેલ પાડા પુલ નીચે સ્વામિનારાયણ તરફ જતા રસ્તેથી ફરીયાદીનુ બજાજ કંપનીનું પ્લસર મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬ -ડી-૧૨૦૨૬ જેની કિંમત રૂપિયા ૩૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img