મોરબીના પાનેલી ગામેથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી તાલુકાના પાનેલી ગામે હરખાભાઈ નાનજીભાઈ વઢરૂકીયાની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી તાલુકાના પાનેલી ગામે હરખાભાઈ નાનજીભાઈ વઢરૂકીયાની વાડીની ઓરડીમાં આરોપીએ વેચાણ કરવાના ઈરાદાથી વિદેશી દારૂ રાખેલ છે જે બાતમીના આધારે રેઇડ કરતા વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૩૮ તથા બિયર ટીન નંગ -૨૬ મળી કુલ કિં રૂ. ૨૩૪૯૦ ના મુદામાલ સાથે આરોપી કૈલાશભાઈ પ્રવિણભાઇ અગેચણીયા (ઉ.વ.૩૭) રહે. પાનેલી તા. મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img