Wednesday, May 27, 2026

મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં માનસધામ સોસાયટીમાં રહેણાંક મકાનમાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો જથ્થા સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં માનસધામ સોસાયટી નં.૦૧, આરોપી કેતનભાઇ કુબેરભાઇ પરમારના રહેણાક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી ચોરીછુપીથી તેનુ વેંચાણ કરે છે તેવી મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ઇસમના કબ્જા ભોગવટાવાળા મકાનમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની કૂલ બોટલ નંગ-૩૫ ફૂલ કિં.રૂ.૧૬૫૫૦/- તથા બીયરના ટીન નંગ-૮૮ કિં.રૂ.૮૮૦૦/- મળી ફૂલ કિં.રૂ.૨૫,૩૫૦/- નો મુદ્દામાલ સાથે આરોપી કેતનભાઇ કુબેરભાઈ પરમાર ઉ.વ.૨પ, ધંધો-મજુરી, રહે. હાલ-માનસધામ સોસાયટી નં.૦૧, પીપળી, તા.જી.મોરબી, મુળ રહે. દીધલીયા, તા.વાંકાનેરવાળાને ઝડપી પાડી ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઇ. બી.એમ.બગડા નાઓ ચલાવી રહેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img