Sunday, June 7, 2026

મોરબીના પીપળી ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામેની સીમ શિવ પાર્ક -૨ સોસાયટીમાં યુવકના રહેણાંક મકાન બહારથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર યુવકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામેની સીમ શિવ પાર્ક -૨ સોસાયટીમાં રહેતા કિશોરભાઈ કાનજીભાઇ ખરા (ઉ.વ.૨૯) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૨-૧૨-૨૦૨૩ થી ૧૩-૧૨-૨૦૨૩ સુધીમાં કોઈ અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટરસાયકલ જેના રજીસ્ટર નંબર – GJ-36-K-5348 કિં.રૂ. ૩૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર કિશોરભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img