મોરબીના રફાળેશ્વર ગામેથી વિદેશી દારૂની સાત બોટલ સાથે એક ઝડપાયો

મોરબી જિલ્લામાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ભુદેવ પાનની સામેથી વિદેશી દારૂની ૦૭ બોટલ કિંમત રૂપિયા ૪૫૫૦ નાં મુદામાલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ભુદેવ પાનની સામેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૭ કિંમત રૂપિયા ૪૫૫૦ નાં મુદામાલ સાથે આરોપી સદામભાઈ હબીબભાઈ મોવર (ઉ.વ.૩૨) રહે. સો ઓરડી ઉસ્માનના બંગ્લા પહેલા મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img