મોરબીના રફાળેશ્વર ગામે વર્લી મટકાનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ ચાર રસ્તા પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમી રમાડતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ ચાર રસ્તા પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમી રમાડતા બે ઈસમો રઘુભાઈ સામજીભાઈ જોગડીયા (ઉ.વ.૩૩) તથા ગોવિંદભાઈ ગૌતમભાઈ સનુરા ઉ.વ‌.૩૪ રહે. રફાળેશ્વર તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૮૫૦ નાં મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img