મોરબી: સેજો રાજપરમાં આવતી આંગણવાડીની બહેનો દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધા શકત શનાળા આંગણવાડી કેન્દ્ર ખાતે યોજવામાં આવી હતી.
જેમાં શકત શનાળા ગ્રામ પંચાયતના સરપંચ સોનલબેન પ્રફુલભાઈ બાવરવા , ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ કરણુભા ઝાલા , શકત શનાળા પ્લોટ શાળાના આચાર્ય હર્ષદભાઈ મારવણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઉપસ્થિત મહેમાનોનું કુમકુમ તિલક કરી , આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
જેમાં કૃપાબેન , અંજનીબેન અને સંગીતાબેને પોતાના પ્રતિભાવ આપી સરકાર નો આભાર વ્યક્ત કર્યો. ત્યારબાદ બહેનો દ્વારા બનાવવામાં આવેલ વાનગીઓ મહેમાનો દ્વારા ચાખી પ્રથમ , દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા.
આ કાર્યક્રમના અંતમાં પ્લોટ શાળાના આચાર્ય હર્ષદભાઈ મારવણીયા દ્વારા ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનાવેલ વિવિધ વાનગી વિશે રસપ્રદ વાતો કરવામાં આવી અને ભાગ લેનાર તમામ બહેનોને અભિનંદન પાઠવી પોતાના તરફથી પ્રોત્સાહક ભેટ સ્વરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો તથા વિભાગ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમના અંતમાં રાજપર સેજાના સુપરવાઈઝર જાહન્વીબા ઝાલાએ ઉપસ્થિત તમામનો આભાર માન્યો હતો અને અંતમાં કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
અમદાવાદ: ગુજરાત અત્યારે કાળઝાળ ગરમીની ચપેટમાં છે, જેમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. હવામાન વિભાગના તાજા અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર 43.5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. અમદાવાદમાં પણ વધતી ગરમીને જોતા 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જોકે, આ...
ગાંધીનગર: ગાંધીનગરમાં યોજાયેલી એવિએશન સમિટ માં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, આ ગોઝારી દુર્ઘટનાની તપાસ આગામી એક મહિનામાં પૂર્ણ થશે અને તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવશે. 242 લોકોના જીવ લેનારી આ દુર્ઘટનાની તપાસ પારદર્શિતાથી થઈ રહી...
GSEB Result 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના લાખો વિદ્યાર્થીઓની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. બોર્ડ દ્વારા સત્તાવાર રીતે પરિણામની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.
ક્યારે જાહેર થશે પરિણામ?
4 મે, 2026: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (Science), સામાન્ય પ્રવાહ (Commerce/Arts),...