મોરબીના રામ ચોકમાંથી નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયાં

મોરબી શહેરમાં બારે માસ જુગાર રમાઇ રહ્યો છે ત્યારે મોરબીના રામ ચોક જાહેર ચલણી નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રામ ચોકમાં જાહેરમાં હારજીતનો નશીબ આધારિત નોટ નંબરીનો જુગાર રમતાં બે ઈસમો રાજુભાઇ અબ્દુલભાઇ પબાણી (ઉ.વ.૩૯) રહે.મોરબી શનાળા બાયપાસ ફીદાયપાર્ક તથા મોસીનભાઇ રહીમભાઇ દલ (ઉ.વ.૩૬) રહે. વાવડીરોડ મીલનપાર્ક મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img