મોરબીના રોહિદાસપરા મેઈન રોડ પર જુગાર રમતા બે ઈસમો ઝડપાયા 

મોરબી: મોરબીના વીસીપરા ચાર ગોદામ પાછળ રોહિદાસપરા મેઈન રોડ પર જાહેરમાં જુગાર રમતાં બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વીસીપરા ચાર ગોદામ પાછળ રોહિદાસપરા મેઈન રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં બે ઈસમો સુનીલભાઈ હેમુભાઈ ગણેશીયા (ઉ.વ.૨૪) તથા મગનભાઈ મુળુભાઇ ઇટોદરા (ઉ.વ.૨૩) રહે. બંને વીસીપરા ચાર ગોદામ પાછળ રોહિદાસપરા મેઈન રોડ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૧૬૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img