મોરબીના સાદુળકા ગામે અગાસી પરથી નીચે પટકાતાં યુવકનું મોત

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામની સીમમાં કિયા સિરામિકની લેબર કોલોનીમાં રહેતો યુવક રાત્રીના અગાસી પરથી નીચે પટકાતાં યુવકનું મોત નિપજ્યું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં કિયા સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા જીતેન કિશન ડંડીયા (ઉ.વ.૨૮) નામનો યુવક રાત્રીના અગાસી ઉપરથી પડી જતા ગંભીર ઇજા થતાં પ્રથમ સારવાર ખાનગી હોસ્પિટલમાં મોરબી ખાતેથી બાદ વધું સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જતા સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img