મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબીની કુબેર ટોકિઝ પાછળ, શોભેશ્વર રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂપીયા-૬૦,૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.

મોરબી એલસીબી પોલીસને મળેલ સંયુકતમાં બાતમી મળેલ કે, રાજુભાઇ બાબુભાઇ કોળી રહે.મોરબી કુબેરટોકીઝ પાછળ, શોભેશ્વરરોડ, મફતીયાપરા વાળો પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે મોરબી કુબેર ટોકીઝ પાછળ, શોભેશ્વરરોડ, મફતીયાપરામાં રહેણાંક મકાનમાં રેઇડ કરતા જુગાર રમતા પાંચ ઇસમો રાજુભાઇ બાબુભાઇ ચૌહાણ ઉવ-૫૪ રહે. મોરબી, શોભેશ્વર રોડ, મફતીયાપરામાં, અબ્દુલભાઇ મામંદભાઈ જુણાજ ઉવ-૫૬ રહે. મોરબી, જુના બસસ્ટેન્ડ પાસે, ધાંચી શેરી, સફીર તારમહમંદભાઈ મોટલાણી ઉવ-૪૯ રહે.મોરબી સબજેલ પાછળ, બોરીચાવાસ, ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર ઉવ-૫૭ રહે. મોરબી નવા હાઉસીંગ બોર્ડમાં, બ્લોક ન.૨૩૧, ઇસ્માઇલ કાદરખાન બ્લોચ ઉવ-૪૮ રહે. મોરબી મકરાણીવાસ, રોહીલાપીરની દરગાહ પાસે મોરબીવાળાને રોકડ રૂ.૬૦,૫૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ-૪,૫ મુજબ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img