મોરબીના વિરપરડા ગામના નવ વર્ષના માસુમ બાળક કે આખો મહિનો રોજા રાખી ખુદાની ઇબાદત કરી

મોરબી: હાલમા રમજાન માસ ચાલી રહ્યો છે મુસ્લિમ બિરાદરો રમજાન માસ દરમિયાન રોજા રાખી રહ્યા છે અને મસ્જિદોમાં નમાજ તરાવીહ પડી રહ્યા છે રમજાન માસ દરમિયાન વહેલી સવારે ૦૫:૦૦ વાગ્યા થી ખાવા પીવાનુ બંધ કરીને સાંજ ના ૦૭:૦૦ વાગ્યા પછી ખાઈ પી શકાય છે.

આમ ૧૪ કલાક ભૂખ્યા તરસ્યા રહેવાનું એટલે કે રોજુ ધણા મોટા લોકો પણ નથી રાખી શકતા ત્યારે એવા બનાવ પણ સામે આવે છે કે નાના નાના બાળકો પણ આખા દિવસ નુ રોજુ રાખે છે હાલમા મોરબીના વિરપરડામા રહેતા અલ્યાસભાઈ નવ વર્ષ ના પુત્ર અફઝલએ ધગધગતા તડકામાં ૧૪ કલાક સુધી રોજા રાખીને ખુદાની બંદગી કરી ઈમાનનુ સબુત પેસ કર્યું હતું. ત્યારે અફઝલ એ વહેલી સવાર થી શહેરી કરીને છેક સાંજે ઈફતાર કર્યો બાદ જ ખાધું પીધું હતુ અને આમ ખુબ નાની ઉમરે ખુદાને રાજી કરી આખા મહિના ના રોજા રાખ્યા હતા.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img