મોરબીના વીસીપરામા જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયાં

મોરબી: મોરબીના વીસીપરા રમેશ કોટન મીલના ગેઇટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા રમેશ કોટન મીલના ગેઇટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો અબ્દુલશા અલારખાશા રફાઇ ઉ.વ.૫૨ રહે. વીસીપરા રમેશ કોટન મીલના ગેઇટની અંદર મોરબી, સીરાજશા અબ્દુલશા રફાઇ ઉ.વ.૨૫ રહે. વીસીપરા રમેશ કોટન મીલના ગેઇટની અંદર મોરબી, ઇબ્રાહીમશા ઓસમાણશા રફાઇ ઉ.વ.૭૦ રહે. વીસીપરા રેલવે સ્ટેશન પાછળ ખાડામાં મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૯૪૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img