Saturday, July 27, 2024

મોરબીમાં વ્યાજખોરી, મારામારી તથા મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા પાંચ ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમા વ્યાજખોરી મારામારી તથા મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને મોરબી જીલ્લા પોલીસ દ્વારા પાસા તળે ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે કરવામાં આવ્યા.

મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી વધુ સુદ્રઢ બની રહે તે સારૂ ભૂતકાળમાં વ્યાજખોરી, મારામારી તથા મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવા સારૂ ગુનેગાર ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ વ્યાજખોરી, મારામારી તથા મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલા ઇસમોના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય, જે ઇસમોની અટકાયત કરવા સારૂ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા પ્રયત્નસીલ રહી પાંચેય આરોપીઓ ૧. પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલા ઉ.વ.૨૪ રહે. રફાળેશ્વર, બાબા સાહેબ આંબેડકર હોલની પાછળ, તા.જી. મોરબી, ૨. અજયભાઇ જગદિશભાઇ ચૌહાણ ઉ.વ.૨૭ રહે . રફાળેશ્વર, આંબેડકરનગર તા.જી.મોરબી, ૩. ગૌતમભાઇ જયંતિભાઇ મકવાણા ઉ.વ.૩૩ રહે . લીલાપર, પ્રકાશનગર સોસાયટી, તા.જી.મોરબી, ૪. રોહીતભાઇ રાજેશભાઇ જીલરીયા ઉ.વ. ૨૯ રહે. તુલસીપાર્ક શેરી નં.-૦૧, પપ્પાજી ફનવલ્ડ પાછળ, મોરબી, વીરમભાઇ હમીરભાઇ કરોતરા ઉ.વ.૩૩ રહે. શકત શનાળા તા.જી.મોરબીવાળાને તા. ૧૮/૦૧/૨૦૨૪ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી જુનાગઢ, સુરત, વડોદરા, ભાવનગર તથા અમદાવાદ જેલ હવાલે કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર