Saturday, May 18, 2024

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વિધવા મહિલાને સિલાઈ મશીનની ભેટ અપાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી જિલ્લામાં સેવામાં હંમેશા અગ્રેસર રહેતી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. ત્યારે હવે સોસાયટી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તરફ અગ્રેસર થઈ છે. જ્યાં દારુણ પરિસ્થિતિમાં જીવનનિર્વાહ ચાલવતી એક વિધવા મહિલાને પગભર થવા માટે સિલાઈ મશીનની ભેટ પ્રદાન કરવામાં આવી છે.

જેમ કે ગત તા.27 સપ્ટેમ્બરના રોજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાત મંદ વિધવા મહિલા નલીનીબેન જોશીને તેમની આજીવિકા ચલાવવામાં મદદરૂપ થાય તેવી સિલાઈ મશીન ભેટ આપવામાં આવી હતી અને તેમને આત્મનિર્ભર બનાવવાનું પ્રેરક કાર્ય કરવામાં આવ્યું હતું. આજે ધનવાન તો તેની જાતે કોઈપણ વસ્તુ ખરીદી શકે છે પરંતુ એવો વર્ગ કે જાતે ખરીદી નથી શકતા અને સહાય માંગવામાં પણ તેમને અગવડતા ઉત્પન્ન થાય ત્યારે આ સિલાય મશીન થકી નલીનીબેન પગભર થઈ શકશે.આ તકે મુસ્કાન ક્લબના પ્રત્યેક સભ્યો હસતા હસતા પડકાર ઝીલી રહ્યા છે અને કહી રહ્યા છે આ અમારું પૂર્ણવિરામ નથી, આ તો છે અલ્પવિરામ છે.

 

આ પ્રોજેક્ટમાં રંજના બેન સારડા, પ્રીતિબેન દેસાઈ, માલાબેન કક્કડ, ચંદાબેન કાબરા, કુસુમબેન મિશ્રા, રેખાબેન મોર, નિશાબેન બંસલ, ચેતનાબેન અગ્રવાલ, કલ્પનાબેન શર્મા, કિરણ પ્રીત કોર, સહિતના સભ્યોએ અને અતિથિ રૂપે કાજલબેન મહેતા અને અર્પિત મહિલા મંડળ ટ્રસ્ટના રંજનબેન ભૈયાનીએ હાજરી આપી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર