Monday, October 7, 2024

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક બાઈક સ્લીપ થતા આધેડનું મોત…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક ચંદ્રપુર ગામ પાસેથી પસાર થતું એક મોટર સાયકલ સ્લીપ થતા આધેડ ઈજાગ્રસ્ત થયા હતા જેને પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ અને અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન આધેડનું મોત થયું હતું…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ થાનગઢના રહેવાસી ગીતાબેન રમેશભાઈ સરવૈયાએ વાંકાનેર શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ રમેશભાઈ કલાભાઈ સરવૈયા (ઉ.વ. 50) વાળા ગત તા 12/12/20 ના રોજ પોતાના મોટરસાયકલ નંબર GJ 13 AP 6240 લઈને પસાર થઈ રહ્યા હોય જે દરમિયાન વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુર ગામ ખાતે માર્કેટિંગ યાર્ડ પાસે તેમનો બાઈક પરથી કાબુ ગુમાવતા,

બાઈક સ્લીપ થતા રમેશભાઈ સરવૈયાને ગંભીર ઈજા પહોંચી હતી જે બાદ તેમને સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ અને બાદમાં અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. વાંકાનેર શહેર પોલીસ દ્વારા આ અકસ્માતના બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર