મોરબીના નવા સાદુળકા ગામે રહેણાંક મકાનમાંથી આઠ બીયરના ટીન ઝડપાયા: આરોપી ફરાર 

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી બિયર ટીન નંગ -૦૮ કિં રૂ. ૧૫૬૦ નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના નવા સાદુળકા ગામે રહેતા આરોપી મયુરભાઈ ઉર્ફે વીપુલભાઈ માણસુરીયા એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૦૮ કિં રૂ. ૧૫૬૦ નો મુદામાલ પોલીસે ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img