રાજકોટ મધ્યસ્થ જેલમાંથી રજા પરથી ફરાર થયેલ આરોપીને ઝડપી પાડતી મોરબી પોલીસ 

મોરબી: રાજકોટ મધ્યસ્થ જેલમાંથી છેલ્લા ત્રણ માસથી ફર્લો રજા ઉપરથી ફરાર થયેલ આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી આરોપીને જેલ હવાલે કરાયો.

મોરબી પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ-૩૨૩, ૫૦૬(૨),„૩૬૩,૩૭૬(ડી), પોકસો એકટ કલમ ૪.૬.૧૬ વિ.મુજબના ગુન્હાના પાકા કામનો આરોપી સંજયભાઇ રાઘુભાઇ રાણેવાડીયા ઉ.વ. ૨૫ રહે. ભવાનીનગર લાંબીડેરી ઢોરે હળવદ જી.મોરબી વાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે હોય જે આરોપીને વડી કચેરી અમદાવાદના આદેશાનુસાર ફર્લો રજા મેળવી જેલ મુકત થયેલ જે આરોપીને રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ પાકા કામનો કેદી ફર્લો રજા પરથી પરત હાજર થયેલ નહી અને ફરાર થયેલ હોય જે કેદીને ખાનગી બાતમીના આધારે ભવાનીનગર લાંબીડેરી ઢોરે હળવદ જી.મોરબી ખાતેથી પકડી પાડી હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img