કેન્દ્ર સરકારના જળ સંપતિ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોરવેલ માટે રૂ.૧૦ હજાર નો ચાર્જ ભરી NOC લેવી પડશે.જેમાં રહેણાકમાં આવતા એપાર્ટમન્ટ,ગ્રુપ હાઉસિંગ સોસાયટી, જળવિતરણ એજન્સી, ઔધોગિક એકમો, સ્વિમિંગ પુલ સહિતના તમામ એકમોએ બોરવેલ બનાવવા માટે જળ સંપતિ વિભાગ પાસેથી NOC લેવી પડશે.
સિંચાઇ માટે તેમજ ખેતી માટે વપરાતા બોરવેલ માટે આ પોલિસી લાગુ પડતી નથી. તમામ ખેડૂતો તેમજ સિંચાઇ સાથે સંકળાયેલ એકમોને NOC માંથી મુક્તિ આપવામાં આવી છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...