શ્રી સજનપર પ્રા. શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને વાલી મીટિંગ જેવા દ્વિવિધ કાર્યક્રમ યોજાયા જેમાં ધો.5 થી 8 ના બાળકોએ વિજ્ઞાનના વિવિધ વર્કિંગ મોડેલ અને વિવિધ પ્રયોગો રજૂ કરી વિજ્ઞાન પ્રત્યેની પોતાની રૂચિ દર્શાવેલ હતી
આ સાથે બાળ વૈજ્ઞાનિકો દ્વારા અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયોગો નો વિશેષ પ્રયોગ રજૂ કરેલ તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષિકા બહેન દલસાણીયા ડિમ્પલબેન વી. એ ગણિત- વિજ્ઞાનના તમામ મોડેલની બાળકોને તૈયારી કરાવી પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ શાળામાં પુસ્તક પ્રદર્શન, સંગીતના સાધનોનું પ્રદર્શન અને રમત ગમત ના સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવેલ હતું.
આ સાથે જ બીજો એક વિશેષ કાર્યક્રમ વાલી મીટીંગ પણ સાથે જ યોજાઈ ગયો હતો જેમા શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ વાલી મિટિંગમાં શાળના શિક્ષકો અને આચાર્ય દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી આપી હતી.
આ તકે ટંકારા તાલુકા બી.આર.સી. કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર તેમજ લજાઈ સી.આર સી. કો. શૈલેષભાઇ સાણજા અને મિતાણા સી.આર.સી. કો-ઓર્ડિનેટર કૌશિકભાઈ ઢેઢી ખાસ હાજર રહ્યા હતા.
આ તકે સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ શિક્ષકોને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ અને આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ તમામ મહાનુભવોનો આભાર વ્યક્ત કરેલ હતો.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...