Monday, June 1, 2026

સુરતથી સગીરાનુ અપહરણ કરનાર આરોપી તથા સગીરા મોરબીથી ઝડપાયા

મોરબી: સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારની સગીર વયની દિકરીના અપહરણ કેસમા આરોપી તથા સગીરવયની દિકરીને મોરબીથી મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીટી-ર મોબાઈલ નાઈટ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન નવા બસ સ્ટેન્ડ પાસે એક સગીર વયની દિકરી તથા એક પુરૂષ શંકાસ્પદ હાલતમા ઉભા હોય જેથી તેઓની સીટી-૨ મોબાઈલના ઈન્ચાર્જ એ પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહી આપતા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન લાવીને વધુ પુછપરછ કરતા પોતે સુરત શહેરથી ભાગીને અહી મોરબી આવેલ હોવાનુ જણાવતા સગીર વયની દિકરીના પિતાએ સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન એ પાર્ટ આઈ.પી.સી. કલમ-૩૬૩ મુજબ અપહરણ નો ગુન્હો રજીસ્ટર કરાવેલ હોય જે ગુન્હાના કામેની ભોગ બનનાર સગીર વયની દિકરી તથા જણાવેલ આરોપી હોય જેથી આરોપી સાકેત ઈમ્તીયાજખાન શેખ ઉ.વ.૨૦ રહે મોરા ગામ મોરા ટેકરા હજીરા રોડ સુરત મુળ રહે ઘબોઈ તા.ગતાઈ જી.ભીંડ (મધ્ય પ્રદેશ) વાળાને સુરત શહેર ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે સોપી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img