ટંકારા ટાઉન વિસ્તારમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો

ટંકારા ટાઉન વિસ્તારમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૬ કી.રૂ. ૯૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

ટંકારા પોલીસ સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ટંકારા ટાઉન વિસ્તારમાં અલગ અલગ પતંગના સ્ટોલ ચેક કરી તપાસ કરતા આરોપી અફજલભાઇ ઇબ્રાહીમભાઇ માડકીયા ઉ.વ. ૩૧ રહે. ટંકારા મઢવાળી શેરીમાં તા.ટંકારા વાળાના કબજામાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૬ કી.રૂ. ૯૦૦/- ની મળી આવતા ઇસમે જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જેથી બી.એન.એસ. કલમ-૨૨૩ તથા જી.પી.એકટ કલમ-૧૩૧ મુજબ ગુનો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img