ટંકારાના છતર ગામે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો એક ઈસમ ઝડપાયો

ટંકારા: ટંકારા તાલુકાના છતર ગામે જી.આઈ.ડી.સી. સામે આવેલ જી.ઈ.બી.ના સબસ્ટેશન પાસે બાઈક પર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે જી.આઈ.ડી.સી. સામે આવેલ જી.ઈ.બી.ના સબસ્ટેશન પાસે આરોપી દેવકરણભાઇ ઉર્ફે પ્રફુલ્લભાઇ પરમાર (ઉ.વ.૨૭) રહે. છતર ગામ તા. ટંકારાવાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-એજી-૩૬૩૬ વાળામા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૪ કિં.રૂ. ૧૬૦૦ ના મુદ્દામાલની હેરાફેરી કરતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img