Saturday, July 27, 2024

ટંકારાના હીરાપર ગામના પાટીયા નજીક બાઈકે હડફેટે લેતા યુવકનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા જામનગર હાઈવે રોડ ઉપર હીરાપર ગામના પાટીયાથી આગળ નર્મદા યોજનાના પાણીના સંપની સામે રોડ પર બાઈક પાછળથી ઠોકર મારતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી બાઈક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ જામનગરમાં શંકર મંદિર વાળી શેરી પાણીના ટાંકા પાસે મોરકંડામા રહેતા જયેશભાઇ ધરમશીભાઈ પીપરીયા (ઉ.વ‌.૩૩) એ આરોપી મોટરસાયકલ રજીસ્ટર નંબર – GJ-36-AG-0626 ના ચાલક અક્ષય અવચરભાઈ ઢેઢી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬-૦૧-૨૦૨૪ ના રોજ ફરીયાદી ના ભાઈ ભરતભાઇ ધરમશીભાઇ પીપરીયા ઉવ.૨૯ રહે. શંકર મદિર વાળી પાણીના ટાકા પાસે મોરકંડા તા.જી. જામનગર વાળા તેઓની રીક્ષા લઇ જામનગર જતા હતા તે દરમ્યાન રીક્ષામાં પંચર પડતા રીક્ષામાથી નીચે ઉતરી ટાયર ચેક કરતા હતા ત્યારે આરોપી અક્ષય અવચરભાઈ ઢેઢી રહે સરાયા વાળાએ પોતાના હવાલા વાળુ મો.સા નંબર GJ-36-AG-0626 વાળુ મો.સા ફુલ સ્પીડમાં ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના ભાઇને પાછળથી ઠોકર મારી રોડ ઉપર ફંગોળી દેતા માથાના ભાગે ગંભરી ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજયું હતું જે બાદ આરોપી બાઈક ચાલક સ્થળ ઉપર થી નાસી ગયો હતો જેથી આ બનાવ અંગે મૃતકના ભાઈ જયેશભાઇએ આરોપી બાઈક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો ઈપીકો કલમ -૨૭૯,૩૦૪(અ), એમ.વી. એક્ટ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર