ટંકારાના લજાઈ ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામે બસ સ્ટેશન પાછળ ખુલ્લામાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે બસ સ્ટેશન પાછળ ખુલ્લામાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી સંજયભાઈ વિજયભાઈ બાંભણીયા, હિરેનભાઇ દેવાયતભાઈ મિયાત્રા, અજહરૂદીનભાઈ વલીભાઈ હેરંજા રહે. બધા લજાઈ ગામ તા. ટંકારા વાળાને રોકડ રકમ રૂ.૧૧,૩૦૦ નાં મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img