Monday, May 20, 2024

ટંકારાના સખપર ગામે રૂ. 4.12 લાખના જીરૂ – લસણની ચોરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ટંકારા: ટંકારા તાલુકાના સખપર ગામે વાડાના મકાનમાંથી જીરૂ તથા લસણ મળી કુલ કિં રૂ. ૪,૧૨,૫૦૦ ના મુદ્દામાલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સખપર ગામે રહેતા હસમુખભાઇ રણછોડભાઈ કોરિંગા (ઉ.વ.૪૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૦૫-૨૦૨૪ થી ૦૬-૦૫-૨૦૨૪ સુધીમાં કોઈ પણ સમયે ફરીયાદિના વાડાના બંધ મકાનમાં પ્રવેશ કરી જીરૂ ભરેલ શણના નાના મોટા કોથળા નંગ- ૩૬ જીરૂ આશરે ૭૫ મણ કિ.રૂ. ૩,૩૭,૫૦૦/- તથા લસણ ભરેલ શણના નાના મોટા કોથળા નંગ- ૧૧ આશરે લસણ મણ ૩૦ આશરે કિ.રૂ. ૭૫,૦૦૦/- જે કુલ કિ.રૂ. ૪,૧૨,૫૦૦/- નો મુદામાલ કોઇ અજાણ્યા ચોર ઇસમો રાત્રી દરમ્યાન ચોરી કરી લઇ ગયા હતા જેથી ભોગ બનનાર હસમુખભાઈએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૪૫૭,૩૮૦,૧૧૪, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર