ટંકારાની લજાઈ ચોકડી પરથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

ટંકારા: ટંકારાની લજાઈ ચોકડી ઉપર આવેલ ગૂરૂકૃપા ટી સ્ટોલની સામે રોડ પરથી દેશી તમંચા સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ ટંકારાની લજાઈ ચોકડી ઉપર આવેલ ગૂરૂકૃપા ટી સ્ટોલની સામે રોડ પર આરોપી કરણ ઉર્ફે મીઠો મહેંન્દ્રભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫) રહે. મોરબી કુબેરનાથ રોડ, લુહાર શેરી તા.જી. મોરબીવાળા પાસેથી લાયસન્સ કે પરવાના વગર દેશી હાથ બનાવટનો તમંચો (હથિયાર) નંગ -૦૧ કિં રૂ. ૧૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧-બી), એ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img