Thursday, May 28, 2026

મોરબીમાં રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબીના લીલાપર રોડ ખડીયાવાસમા તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સીટી એ ડીવીજન પોલીસ નાઇટ પેટ્રોલીગમા હોય તે દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ કે ઉમેદભા મનુભાઇ બાવડા રહે. મોરબી લીલાપર રોડ ખડીયાવાસ વાળો પોતાના રહેણાક મકાનમાં બહારથી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી હકિકત આધારે રેઇડ કરતા સાત ઇસમો
ઉમેદભા મનુભાઇ બાવડા રહે, મોરબી લીલાપર રોડ ખડીયાવાસ, ભારૂભા લાલુભા બાવડા રહે. મોરબી લીલાપર રોડ રામવિજય સોસાયટી, દેવદાનભાઇ આયદાનભાઇ કુંભારવાડીયા, રહે.મોરબી લીલાપર રોડ ખડીયાવાસ, ભાવેશભાઇ જીવાભાઇ મારૂ રહે.મોરબી કુબેરનગર નવલખીરોડ જુનાજીનની પાછળ, દેવરાજભાઇ બાબુભાઇ છુછીયા રહે. મોરબી લીલાપર રોડ ખડીયાવાસ, વિક્રમભાઇ ભુપતભાઇ કાતળ રહે. મોરબી લીલાપર રોડ પાંજરાપોળ સામે ન્યુ પ્રજાપત સોસાયટી, પ્રવીણભાઇ લાલજીભાઇ ગુડારીયા ઉ.વ.૨૮ રહે. મોરબી લીલાપર રોડ ખડીયાવાસવાળાને
રોકડ રૂ.૭૪૬૮૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા કલમ.૪-૫ મુજબ આરોપી વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img