મોરબીમાં યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબી: મોરબી બક્સી શેરી ગ્રીન ચોકમાં યુવક ચાર શખ્સોએ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો જ્યારે યુવકના દાદીને લાત મારી નીચે પછાડી દઈ મુંઢ ઈજા પહોંચાડી હતી જેથી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં કન્યા છાત્રાલય પાછળ ચંદ્રેશનગરમા રહેતા મયુરભાઈ મનહરલાલ દવે (ઉ વ.૨૯): એ આરોપી મેહુલભાઈ દિલિપભાઈ પીઠડીયા, કરનભાઈ દિલિપભાઈ પીઠડીયા તથા એક અજાણ્યા માણસ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૧-૦૩-૨૦૨૪ ના રોજ રાતના સાડા આઠેક વાગ્યાના અરસામાં આરોપી મેહુલભાઈ તથા કરનભાઈ તથા અજાણ્યા માણસએ વારા ફરતી ફરીયાદીને ગાળો ભુંડા બોલી લાતો ઢીંકા-પાટુનો માર મારી તથા આરોપી મેહુલભાઈએ ફરીયાદીની દાદીને કમરમાં લાત મારી નિચે પછાડી દઈ મુંઢ ઈજા કરી જેના ડાબા પગની સાથળમાં ઈજામાં ફેક્ચર કરી ઈજા કરી હતી જેથી ભોગ બનનાર મયુરભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૫,૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img