મોરબીમાં તસ્કરોનો તરખાટ યથાવત : પાર્ટી પ્લોટને નિશાન બનાવતા તસ્કરો

મળતી માહિતી મુજબ મોરબી – રાજકોટ હાઈવે ઉપર આવેલ માધવ પાર્ટી પ્લોટ માંથી લાખોના માલમતાની ચોરી.

મોરબી: મોરબી દીન પ્રતિદીન ચોરીની ઘટના વધતી જઈ રહી છે ત્યા ત્યારે ચોરીની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. મંડપ સર્વિસના ધંધા સાથે સંકળાયેલા ધંધાર્થીનું મોરબી- રાજકોટ હાઈવે ઉપર આવેલ માધવ પાર્ટી પ્લોટમાં ગત તા. ૦૨-૦૯- ૨૦૨૨ ના રોજ લાખોના માલમતાની ચોરી થયાની ઘટના સામે આવી છે. માધવ પાર્ટી ની પાસે આવેલી એક દુકાનના સીસીટીવી ફૂટેજમાં ચોરી કરીને આઇસર જતુ સીસીટીવી કેમેરામાં નજરે પડી રહ્યું છે.

મોરબીમાં દર થોડા દિવસે જુદી જુદી જગ્યાએ ચોરીઓ થઈ રહી છે ત્યારે વધુ એક ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજ વાઈરલ થઈ રહ્ય છે જેમાં મોરબી-રાજકોટ હાઈવે ઉપર આવેલ માધવ પાર્ટી પ્લોટમાં લાખોના માલતાની ચોરી કરતા નજરે પડી રહ્યા છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img