મોરબીના ઉંચી માંડલ ગામ પાસે કારખાનામાં રહેતા યુવકે ઝેરી દવા ગટગટાવી

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે પાર્થ સિરામિક કારખાનામાં રહેતા યુવકે પોતાના રહેણાંક સ્થાને કોઈ કારણસર ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે પાર્થ સિરામિક કારખાનામાં રહેતા ગોવિંદભાઈ પ્રકાશભાઈ કુશવાહા (ઉ.વ.૨૨) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક સ્થાને ઉંદર મારવાની દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img