મોરબીના ઉંચી માંડલ ગામેથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી જીલ્લામાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે સ્મશાન પાસેથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે સ્મશાન નજીક વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૪ કિં. રૂ. ૨૪૦૦ નાં મુદામાલ સાથે આરોપી ગોપાલભાઈ મસરૂભાઈ મુંધવા (ઉ.વ.૨૪) રહે. ઉંચી માંડલ ગામ તા. મોરબીવાળા ને પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img