વાંકાનેરના મેસરીયા ગામે યુવકને એક શખ્સે લોખંડના પાઇપ વડે ફટકાર્યો

વાંકાનેર: વાકાનેર તાલુકાના મેસરીયા ગામે યુવક આરોપીની બાજુમાં રહેતા હોય જે આરોપીને ગમતું ન હોય જે બાબતનો ખાર રાખી આરોપીએ યુવકના ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા ભરતકુમાર ઉર્ફે ભાવેશભાઇ મંગાભાઈ વાળા (ઉ.વ.૩૦) એ આરોપી ભીખુભાઈ દળુભાઈ ખાચર રહે. મેસરીયા તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪-૧૦-૨૦૨૩ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ફરીયાદી આરોપીની બાજુમાં રહેતા હોય જે આરોપીને ગમતુ ન હોય જે બાબતેનો આરોપીએ ખાર રાખી ફરીયાદીને જેમફાવે તેમ ભુંડી ગાળો આપી જાતી પ્રત્યે હડધુત કરી લોખંડના પાઇપથી આડેધડ માર મારી ફરીયાદી કપાળના ભાગે તથા જમણા હાથના પોંચા ઉપર, ડાબા હાથની કોણીએ, ડાબા પગે ઇજા તથા શરીરે મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર ભરતકુમારે આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ-૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(ર) તથા એટ્રોસીટી એક્ટ કલમ-૩(૧)(આર)(એસ), ૩(૨)(પ-એ) તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img