વાંકાનેરના જડેશ્વર મંદિર નજીકથી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો

વાંકાનેર: વાંકાનેર તાલુકાના જડેશ્વર મંદિર નજીક બસ સ્ટેન્ડ પાછળથી દેશી બનાવટની જામગરી બંદુક સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જડેશ્વર મંદિર નજીક બસ સ્ટેન્ડ પાછળ આરોપી જાવેદભાઈ અલ્લારખાભાઈ સંધવાણી (ઉ.વ.૨૫) રહે. માલાણી શેરી સંધવાણીવાસ માળિયાવાળા પાસેથી દેશી જામગરી નંગ -૦૧ કિં રૂ. ૫૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧-બી), એ તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img